Skip to main content
Home Telegram Contact About Support Blog Tools Base Custom More Logo Friends Partners People Workl Work Work Work Work Work

વડાપ્રધાન મોદી 30મીએ ગુજરાત આવે તેવી શક્યતા, 31મીએ સી પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે

વડાપ્રધાન મોદી 30મીએ ગુજરાત આવે તેવી શક્યતા, 31મીએ સી પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે
 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશેે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતી નિમિત્તે રાજ્યની મુલાકાતે આવે તેવી શક્યતા છે. મોદી 31મીએ સી પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે તેમ રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે. આજે ગૃહ વિભાગ દ્વારા સીઆરપીએફ અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડાપ્રધાનના પ્રવાસ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ મોદી 30મીએ રાત્રે ગાંધીનગર આવશે. માતા હીરાબાની મુલાકાત પણ લઇ શકે છે. 31મીએ સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું ઉદ‌્ઘાટન કરીને તે જ પ્લેનની પ્રથમ ફ્લાઇટમાં બેસીને કેવડિયા કોલોની પહોંચશે જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડમાં હાજરી આપશે. પીએમઓ તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમ અપાયો નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા તે અંગેની તૈયારીઓ ચાલુ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાનાર છે તે પૂર્વે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને કારણે આડકતરી રીતે રાજકીય ફાયદાનું ગણિત પણ ભાજપ દ્વારા લગાવાઇ રહ્યું છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે મોદી ચૂંટણી સભા સંબોધે તેવી શક્યતા હાલ જણાતી નથી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
😊 Thanks for Visit.😊

Post a comment

0 Comments