Skip to main content
Home Telegram Contact About Support Blog Tools Base Custom More Logo Friends Partners People Workl Work Work Work Work Work

નવરાત્રી ન થવાની હોવાથી પાર્ટી પ્લોટ ને 50 કરોડનું નુકસાન

કોરોના ઇફેક્ટ:નવરાત્રી ન થવાની હોવાથી પાર્ટી પ્લોટ, સાઉન્ડ-લાઇટ, કેટરિંગ, સિક્યોરિટીના ધંધાને રૂ. 50 કરોડનું નુકસાન
 
Since Navratri is not going to happen
Since Navratri is not going to happen

કોરોનાને કારણે રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નવરાત્રી સાથે સંકળાયેલા વેપારને 9 દિવસમાં અંદાજે 40થી 50 કરોડનું નુકસાન અને 20 હજારથી વધુ લોકોની રોજગારી જવાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે. ગરબાનું બુકિંગ નહીં થવાને કારણે સૌથી વધુ નુકસાન પાર્ટી પ્લોટના માલિકોને 30થી 40 કરોડનું થવાનો અંદાજ છે. શહેરમાં નાના-મોટા મળી 300થી વધુ પાર્ટી પ્લોટ છે

નવરાત્રી દરમિયાન 60થી 70 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજન દર વર્ષે થાય છે. પ્રત્યેક પાર્ટી પ્લોટનું ભાડું નવરાત્રી દરમિયાન ડેકોરેશન સાથે અંદાજે 15થી 40 લાખ સુધીનું હોય છે. ગરબાનાં સ્થળોએ ફૂડ કોર્ટ પણ રાખવામાં આવે છે, જેથી કેટરિંગના ધંધાને 5 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. સાઉન્ડ એન્ડ લાઇટિંગના ધંધાને પણ 4થી 5 કરોડનું નુકસાન થશે, જ્યારે સિક્યોરિટી અને ઓર્કેસ્ટ્રાને પણ 2થી 2.50 કરોડનું નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે.

2500થી 3000 લોકોનો રોજગારીનો પ્રશ્ન ઊભો થયો
પાર્ટી પ્લોટ એસોસિયેશનના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નવરાત્રીમાં નાના-મોટા 50થી 60 પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજન કરવામાં આવતાં હોય છે. એક પાર્ટી પ્લોટમાં અંદાજે 40થી 50 લોકોને નવરાત્રી દરમિયાન રોજગારી મળતી હોય છે. આ અંદાજ મુજબ આશરે 2500થી 3 હજાર લોકોની રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે.

કેટરિંગના વ્યવસાયને 4થી 5 કરોડનો ફટકો પડશે
કોરોનાને લીધે કેટરિંગનો ધંધો ઠપ થયો છે ત્યારે પડતાં પર પાટું પડ્યું હોય તેમ ગરબા નહીં થવાને કારણે નવરાત્રીના 9 દિવસ દરમિયાન કેટરિંગના વ્યવસાયને 4થી 5 કરોડનું નુકસાન થવાની ભીતિ કેટરિંગ એસોસિયેશનના ચેરમેન નરેન્દ્ર પુરોહિતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે કેટરિંગ બંધ રહેવાથી લેબર, રસોઇયા તથા અન્ય છૂટક કામ કરનારા અંદાજે 5 હજાર લોકોની રોજગારી છીનવાઈ છે.
😊 Thanks for Visit.😊

Post a comment

0 Comments